~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~......~*~..ભજન-કિર્તન નો મનોરથ એટલે શ્રીજી સત્સંગ.. ~*~......~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!

Saturday, November 24, 2007

..*.. Tulasi Vivaah ..*..

દેવ પ્રબોધિની એકદશીને દેવ પ્રબોધિની દેવદિવાળી પણ કહે છે..આ દિવસે ચાતુર્માસની સમાપ્તી થાય છે, તેમજ અષાઢ સુદ અગિયારસથી શયન કરી રહેલાં ભગવાનને જગાડવા માં આવે છે. આ દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. પુષ્ટિ હવેલીઓ માં શેરડીનો મંડપ કરવામાં આવે છે,જેમાં દિવા કરવામાં આવે છે.પ્રભુ ને રજાઇ, ગદ્લ, અંગિઠી, તથા કાચા ફળો ધરવામાં આવે છે. પ્રબોધિનીએ જાગરણ કરાય છે. જેને ''રાત્રીજગો'' કહેવાય છે. જે ચાર યુથાધિપતિની ભાવના તથા તત્સુખ નો ભાવ છે. કુંજમાં ભક્ત આવે છે અને ત્યાં વિવાહખેલ આદિ ચતુર્થ ભક્ત જાગરણ કરી, ભોગ ધરી, આરતી કરી વિરહતાપ નિવારણ કરે છે. તુલસીજી ભક્તિરૂપ છે. તે સ્વામીનીજીનાં શ્રીઅંગ ની સુગંધ છે. તે દ્વિદલાત્મક રૂપે હોઈ ભક્તને શ્રીજીનું ઐક્ય સૂચવે છે. તેથી આત્મનિવેદનમાં અને નિત્ય સેવામાં શ્રીચરણ કમળમાં પધરાવવામાં આવે છે જે સૂચવે છે કે ભક્તનું સ્થાન શ્રીચરણ કમળમાં જ છે. જ્યાં તુલસીજી બિરાજતા હોય ત્યાં શ્રી ઠાકોરજી નિશ્ચય હોય છે. તુલસી અલૌકિક દેહ ની દાતા છે અને ભગવદ્ ધર્મમાં પડતાં બધા પ્રતિબંધોને દૂર કરે છે.


Friday, November 23, 2007

..*.. Zagmagta taarlaa ..*..

ઝગમગતા તારલાની હવેલી હોજો, એમાં મારા શ્રીનાથજી ની પ્રતિમા હોજો, સોના રૂપાની હવેલી હોજો...!

અમે અમારાં રણછોડજીને કેસરથી પૂજીશું, કેસર ના મળે ચંદનથી પૂજીશું, ચંદન થી સુંદર કસ્તૂરી હોજો..!

અમે અમારાં કાંનજીને ફૂલડાંથી સજાવીશું, ફૂલડાં ના મળે તો અમે કળીઓથી સજાવીશું, કળીઓ થી સુંદર તુલસી હોજો..!

અમે અમારાં શામળીયા ને સોનાથી સજાવીશું, સોનું ના મળે તો અમે રૂપાથી સજાવીશું, રૂપા થી સુંદર હિરલાં હોજો..!

અમે અમારા માધવ ને મંદિર માં પધરાવિશુ, મંદિર ના મળે તો અમે મનડામાં સજાવીશું, મનડા થી સુંદર ભાવ મારાં હોજો..!

ઝગમગતા તારલાની હવેલી હોજો, એમાં મારા શ્રીનાથજી ની પ્રતિમા હોજો સોના રૂપાની હવેલી હોજો...!

Saturday, November 10, 2007

..*.. પ્રથમ વર્ષગાંઠ ..*..

આજ નાં મંગલદિને " શ્રીજી" અને "સૂર~સરગમ" ને એક વરસ પુરૂ થયું..! ...એ સાથે જ શુભ પ્રારંભ થઇ રહ્યો છે "અનોખુંબંધન" નો... જે અનોખું બંધન સદાય આપણી વચ્ચે રહેશે... આશા છે આપે જેટલો પ્રતિસાદ શ્રીજી અને સૂર~સરગમ ને આપ્યો, એવા જ સ્નેહથી આપ અનોખુ બંધન ને પણ વધાવી લેશો...!... શ્રીજી કૃપા, વડીલોનાં આશિર્વાદ તથા શ્રી ગોસ્વામી બાલકોની કૃપા દ્રષ્ટિ હંમેશા "શ્રીજી" પર રહી છે..અને મને ભક્તિ દર્શાવવાની પ્રેરણા મળતી રહી છે સાથે સાથે જ શ્રીજીનાં વહાલાં ભક્તો સાથે સત્સંગ કરવાનો અમૂલ્ય લ્હાવો પણ પ્રાપ્ત થયો છે..!!.. સર્વે વૈષ્ણવોને મારાં જય શ્રીકૃષ્ણ..
...આજ નાં શુભ દિને મારાં એક્દમ પ્રિય એવા ભજનથી શ્રીજી સત્સંગ કરીએ...ખરેખર આ ભજનમાં જે ભાવો દર્શાવ્યાં છે, એ દરેક વૈષ્ણવોનાં હૈયાની ભાવ ભીની અભિવ્યક્તિ છે..!!

મેવા મળે કે ના મળે,મારે સેવા તમારી કરવી છે

મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે..!

મારો કંઠ મધુરો ના હોય ભલે, મારો સૂર બેસૂરો હોય ભલે,

શબ્દ મળે કે ના મળે,મારે કવિતા તમારી કરવી છે...!

આવે જીવન માં તડ્કા ને છાયાં,સુખ દુ:ખના પડે ત્યાં પડ્છાયા,

કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે...!

હું પંથ તમારો છોડું નહીં, ને દૂર દૂર ક્યાંય દોડું નહીં,

સંસાર ને હું છોડી શકું એવી યુક્તિ મારે કરવી છે..!

મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે,

મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે..!